શા માટે Quora અસ્તિત્વમાં છે

Quoraનું લક્ષ્ય વિશ્વની જાણકારીને શેર કરવાનું અને વધારવાનું છે. ઘણા લોકો માટે મૂલ્યવાન હશે તે જાણકારીની વિશાળ માત્રા હાલમાં ફક્ત થોડા લોકોને જ ઉપલબ્ધ છે — જે કાં તો લોકોના મગજમાં સંઘરાઈને પડેલી છે અથવા તો ફક્ત પસંદગીના જૂથો માટે જ સુલભ છે. અમે જાણકારી ધરાવતા લોકોને તેની જરૂરિયાતવાળા લોકો સાથે કનેક્ટ કરવા માંગીએ છીએ, જુદા જુદા દૃષ્ટિકોણ ધરાવતા લોકોને એકસાથે લાવવા માંગીએ છીએ જેથી તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે અને વિશ્વના બાકીના લોકોના લાભાર્થે દરેકને પોતાની જાણકારી શેર કરવા માટે સશક્ત બનાવવા માંગીએ છીએ.

પ્રશ્નને ધ્યાનમાં રાખીને બનાવેલું વિશ્વ

Quoraના હાર્દમાં પ્રશ્ન જ રહેલા છે — એવા પ્રશ્નો કે જે વિશ્વને અસર કરે છે, એવા પ્રશ્નો કે જે વિશ્વની તાજેતરની ઘટનાઓને વિગતવાર જણાવે છે, એવા પ્રશ્નો કે જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં માર્ગદર્શન પૂરું પાડે છે અને એવા પ્રશ્નો કે જે બીજા લોકો શા માટે અલગ રીતે વિચારે છે તેની ઊંડી સમજ પૂરી પાડે છે. Quora, એક એવું સ્થાન છે કે જ્યાં તમારા માટે મહત્ત્વના હોય એવા પ્રશ્નો પૂછી શકો છો અને તેના અદ્ભુત જવાબ મેળવી શકો છો.

Quoraમાં દરેક પ્રશ્નની માત્ર એક જ આવૃત્તિ છે. તેમાં ડાબી બાજુની આવૃત્તિ, જમણી બાજુની આવૃત્તિ, પશ્ચિમી સંસ્કરણ અને પૂર્વીય સંસ્કરણ નથી. Quora એક જ સ્થાને — અને એકબીજા પાસેથી શીખવા માટે, સમાન પ્રશ્નોના જવાબ માટે વિવિધ વર્ગના લોકોને એક સાથે લાવે છે. અમે ઈચ્છીએ છીએ કે Quora તમારા અભિપ્રાયને અવાજ આપવાનું સ્થળ બને, કારણ કે Quora તે જ સ્થાન છે જ્યાં વાદવિવાદ થઈ રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે Quora જવાબ હંમેશાં દરેક માટે નિર્ણાયક જવાબ હોય.

વિશ્વ અને તેમાં રહેતા લોકોને સમજો

Quoraમાં એવી વિષયવસ્તુ છે જેને વાંચવાથી તમને સારું લાગશે. Quora તમને એ સમજવામાં સહાય કરે છે કે વિશ્વ શા માટે Quoraઆ રીતે કાર્ય કરે છે, લોકો શા માટે આ રીતે વર્તે છે અને વિશ્વને વધુ સારું બનાવવા માટે આપણે બધા શું કરી શકીએ છીએ. Quora તમને એવા પ્રશ્નોના સમજદાર જવાબોની વ્યક્તિગત ફીડ પ્રદાન કરે છે જે તમે સમજી શક્યા ન હતા કે તમારે પૂછવા જોઈએ.

સમસ્યાઓને ખરેખર સમજી શકનારા તથા જેમની પાસે પ્રત્યક્ષ અનુભવથી તેની જાણકારી છે એવા લોકો Quora પર તેનો જવાબ આપે છે. Quora, એક એવું સ્થાન છે કે જ્યાં આ બધું વાંચી શકાય છે: ઇરાન ડીલ વિશે બરાક ઓબામાનું કહેવું છે, જેલમાંના જીવન વિશે કેદીઓની વાત, ગ્લોબલ વોર્મિંગ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું, ચોરને ચોરી કરતા કેવી રીતે રોકવું તે વિશે પોલીસ અધિકારીની સલાહ અને તેમના શૉ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે ટીવી નિર્માતાઓનું કહેવું. Quora, એક એવું સ્થાન છે કે જ્યાં લોકો સૌથી વધુ જે પ્રશ્નોના જવાબ ગ્લોરિયા સ્ટેઇનેમ, સ્ટીફન ફ્રાય, હિલેરી ક્લિન્ટન, ગ્લેન બેક, શેરીલ સેન્ડબર્ગ, વિનોદ ખોસલા અને ગિલિયન એન્ડરસન જેવા પ્રેરણાદાયી લોકો પાસેથી માંગતા હોય તેના આવા પ્રેરણાદાયી લોકોએ આપેલા જવાબોને સીધા વાંચી શકાય છે. Quora, એક એવું સ્થાન છે કે જ્યાં તમે જેમનો તમે બીજી કોઈ રીતે ક્યારેય સંપર્ક કરી શક્યા ન હોત એવા લોકોની મહત્ત્વપૂર્ણ જાણકારીઓ કે જે બીજે ક્યાંય ક્યારેય વહેંચવામાં આવી ન હોય તે વાંચી શકો છો.